TiKhaL
- Details
- Written by: Saumil
- Category: TiKhaL
કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,
કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,
અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,
માખણના મટકા કોઈ ઘરમાંય નથી,
જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,
લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,
ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,
રાધાની ભાળ હવે મળે એમ નથી,
રાસલીલા કરે તો TikTok માં મુકજે,
પછી કહેતો નહી Like મળતા નથી,
કંસને જો મારે તો ધ્યાન રાખજે,
સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,
નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,
મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,
જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,
ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,
અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,
one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,
આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,
આમ હજાર નામ હવે ચાલતા નથી,
Website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ Search કરતું નથી,
Selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,
આ જૂના Pose હવે ચાલે એમ નથી,
કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.
અજ્ઞાત્....
- Details
- Written by: Saumil
- Category: TiKhaL
જે દિવસે વિચારું છું કે જીવનમાં મોટા મોટા જ કામ કરવા છે,
એ દિવસે જ ઘરવાળા ગેસનો બાટલો લેવા મોકલી દે છે!!
- Details
- Written by: Saumil
- Category: TiKhaL
"એક્કેય ગાંડાને કોરોનો થયો?
બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે".
આવો એક મિત્ર નો મેસેજ આવ્યો.
તો મેં રિપ્લાય આપ્યો..કે. "
છતાંય તારે ઘ્યાન રાખવું.."
તો...ખિજાઈ ગયો બોલો..!!